વસુધા - વસુમાં - પ્રકરણ-98

(35)
  • 3.3k
  • 2
  • 1.9k

રાજલ વસુધાને ત્યાંથી સીધી ઘરે આવી. મયંક એનીજ રાહ જોઇ રહેલો. રાજલને ઝાંપો ખોલી અંદર આવતાં જોઇને એને હાંશ થઇ. મયંકનાં ચહેરાં પર ઉચાટ જોઇને રાજલે પૂછ્યું “શું થયું ? કેમ આવો ઉચાટ વાળો ચહેરો છે ?” મયંકે કહ્યું “રાજુ તું ઘરે ના આવે ત્યાં સુધી જીવ ઉચ્ચકે રહે છે ચેન નથી પડતું તું આવી ગઇ હાંશ થઇ. શું થયું વસુધાને ?” રાજલે કહ્યું “પાપા છે ? જાગે છે કે સૂઇ ગયાં એય તમે કેમ ચિંતા કરો ? મને કોણ ખાઇ જવાનું છે ? વાઘણ જેવી છું”. મયંકે રાજુની વાત કાપતાં કહ્યું “એ વાઘણને મેં મીંદડી જેવી જોઇ છે તું