સાઈટ વિઝિટ - 21

(13)
  • 1.9k
  • 2
  • 966

21. મહિષાસુર કહે મારા નાક નીચે આવું રેકેટ ચાલતું હોય તો હું તપાસમાં સહકાર આપીશ. ખુદા હાફિઝ. અધિકારીએ 'મહિષાસુર'ને કહ્યું, "અમે તમારી ઈજ્જત કરીએ છીએ પણ એ વેપારીને અમારી મુવની ખબર ન પડે એટલે અમે તમને અહીં જ રાત રોકશું. બહાર વિઝીટર્સ રૂમમાં આરામ ફરમાવો. તમે બહુ ઇજ્જતદાર ઇન્સાન છો પણ આજે આ સ્ટેશન છોડી શકશો નહીં." મારી તરફ જોઈ કહે "તો તું પણ ક્યાંય નહીં જાય. તું આજની રાત અહીં જ રહે. લોકઅપમાં નહીં, સૂવું હોય તો મારે ફ્રેશ થવા અંદર એન્કલોઝર અને સોફા છે એમાં પડી રહે. કાલે આપણે હું નક્કી કરું એમ રેડ પાડીએ છીએ. બધી જ