17. ગરિમા શાંતિથી ઊંઘતી હતી. તેના ગાલની લાલિમા જેવો પ્રભાતનો ટશિયો આકાશમાં ફૂટ્યો ત્યાં હજી પોણાપાંચ થયા હતા. અમારે કારનાં પાછલાં વ્હીલના બોલ્ટ સરખા ફીટ થયા ન હતા અને અંધારું થતાં એ કામ પડતું મૂકવું પડેલું. પછી રાત અહીં જ ગાળવી પડેલી. અહીંથી એક પર્વતના ખડક પાછળ કોઈ કોઈ વાહન આવવાની ઘરેરાટી સંભળાવા લાગી. દૂર સમુદ્રની પટ્ટી સફેદ બની ચૂકી હતી. તેનાં મોજાં હળવે હળવે કિનારાને ગલીપચી કરતા હતા. મેં ગરિમાને ગાલે હળવી ગલીપચી કરી. તે જાગી અને એક સ્મિત કરતાં આળસ મરોડ્યું. "હવે સવાર થઈ ચૂકી છે. પેલા પર્વત પાછળ વાહનોના અવાજો સંભળાય છે. હું ત્યાં જાઉં છું કોઈકની