16. આ પ્રકરણના અંતમાં થોડાં વાક્યો શિષ્ટ ભાષામાં શૃંગારરસનાં આવે છે જે પરિસ્થિતિ મુજબ કથા પ્રવાહમાં યોગ્ય રીતે બેસે છે. એટલું ધ્યાન રાખ્યું છે કે અમુક જાણીતા અંગ્રેજી લેખકોની કક્ષામાં A સર્ટિફિકેટની વાર્તા ન બને. ** તો નાયક તેની આસિસ્ટન્ટ ગરિમાને છોડાવી પાછો મસ્કત શહેરની દિશામાં તો ભાગ્યો, હજી તેનાં ભાગ્યમાં કાઈંક બીજું લખેલું હતું કાર ચક્રવાતમાં ફસાઈ અને ગરમીથી તેનું ટાયર પણ આવા અફાટ રણ વચ્ચે આવેલા સાવ એકાંત રસ્તે ફાટ્યું. પછી શું? આગળ વાંચીએ. ** બપોરે અમારું રણની આંધીમાં ફસાઈ હાઈવેની બાજુમાં સલામત જગ્યાએ રોકાઈ જવાનું અને ટાયર ફાટવાની ઘટના બની. અમે આગળ પેલી છોકરીઓને લઈ જતી અમારા