સાઈટ વિઝિટ - 15

(12)
  • 1.8k
  • 2
  • 1k

15. ગરિમા મને ઓળખી ગઈ અને મારું ધ્યાન ખેંચ્યું. એણે બિલાડી જેવો અવાજ કર્યો કારણ કે અહીં ઓમાન દેશનાં ગામોમાં લગભગ દરેક કચરાપેટી પાસે બિલાડી હોય છે જેથી ઉંદર ન રહે. બિલાડીનું મ્યાઉં કોઈ સાંભળે તો પણ કાઈં અસામાન્ય ન લાગે. તેણે કરેલા ઈશારા મુજબ હું પાછલી શેરીમાં ગયો. પાછળ પણ એક લોખંડનો ઝાંપો હતો જેની ઉપર અણીદાર ભાલા આકારના સળિયા હતા. એ દીવાલ અને એ ઘર વચ્ચે છ ફૂટ જેવું અંતર હતું. ગરિમાને કેવી રીતે બહાર લાવવી તેનો વિચાર કરતો હું ગેટ પાસે સંતાઈને ઊભો. તેણે હિઁમત કરી. મુસ્લિમ ઘરોમાં બારીના ઉપરના અર્ધગોળ પર એક અણી જેવું હોય છે.