સાઈટ વિઝિટ - 7

(13)
  • 2.1k
  • 1
  • 1.3k

7 આપણે આપણા આર્કિટેક્ટ મિત્રની સાઈટ વિઝીટ માટેની દિલધડક મુસાફરીમાં તેની અને ગરિમાની સાથે જોડાયાં. આપણે પણ રાતની મુસાફરી ઘોર અંધારે કરી, મિત્રને જંગલી કુતરાઓ વચ્ચે જંગ ખેલી બહાર આવતો જોયો અને પેટ્રોલ પુરાવી અફાટ રણમાં તેની સાથે ઊગતા સૂર્યને જોતાં મુસાફરી કરી ભુલાં પણ પડ્યાં અને સાચો તો નહીં પણ બીજો રસ્તો મળતાં તે રસ્તે ગયાં. મિત્ર બેલડી રણમાં ફસાય છે અને હિમ્મતભેર જાતે જ રેતીમાં ઊંડી ફસાયેલી કાર કાઢે છે. તેમની સાથે કારમાં બળબળતો બપોર અને ગરિમાના શબ્દોમાં સ્વર્ગની સફર માણી અને આખરે એક સમુદ્ર કિનારે આવી પહોંચ્યાં. મંઝિલ હવે સામે કાંઠે છે. તો તેઓ કેવી રીતે પહોંચશે?