6 તો આપણે કથા પ્રવાહમાં આગળ વધીએ એ પહેલાં ટુંકમાં યાદ તાજી કરી લઈએ. આપણો આર્કિટેક્ટ તથા કહેવતોનો ભંડાર નાયક રાત્રે ત્રણ વાગે દૂરની અને વેરાન રણમાં રહેલી સાઈટ પર જવા તેની ખૂબસૂરત અને હાસ્ય રેલાવતી, બુદ્ધિશાળી આસિસ્ટન્ટ સાથે નીકળે છે. મુસાફરી સરળ નથી. તેમને રસ્તો ભૂલવો, પેટ્રોલ માટે ગામની સીમ ઓળંગતાં જંગલી કુતરાઓ વચ્ચે ફસાવું, રસ્તો મેપ બંધ થતાં ક્યો છે એ ખબર ન પડતાં પાછા ફરવું અને સાચે રસ્તે ચડવા કેડી પકડતાં રેતીનાં રણમાં ફસાઈ જવું એવી મુશ્કેલીઓ નડે છે. તેઓ રેતીમાંથી બહાર નીકળવા શું કરે છે એ આ પ્રકરણમાં જોશું. શું તેઓ મુકામે પહોંચે છે? * મેં