સાઈટ વિઝિટ - 2

(12)
  • 2.4k
  • 1.5k

2. અમે અમારી ઑફિસેથી કાર સ્ટાર્ટ કરી. રાતના પોણા ત્રણ વાગેલા. પેલા ડાયલોગ 'દિન અભી પાની મેં હો, રાત કિનારે હો' જેવું હતું. ચારેય બાજુ સંપૂર્ણ શાંતિ. અંધારું એની ચરમસીમાએ હતું. અહીં ભારતની જેમ કૂતરાં પાછળ ન દોડે. અહીં શહેરી વિસ્તારમાં કૂતરાં હોતાં જ નથી. મ્યુનિ. વાળા જીવતાં જ રાખતા નથી. મેં આદત મુજબ શક્રાદય પેનડ્રાઈવમાં મૂક્યું. ગૂગલ મેપ ઓન કર્યો. મસ્કત છોડી હાઇવે પકડ્યો ત્યારે તો એકદમ અંધારું છવાઈ ગયું. રસ્તો પણ એકદમ કાળો ડામરનો, અંધારાં સાથે મળી જાય એવો. કારની લાઈટ એ જ અમારી દીવાદાંડી, એ જ અમારી માર્ગદર્શક. મેં બાજુમાં જોયું. ગોરી ગરિમા અત્યંત આછા પ્રકાશમાં વધુ