કાળરાત્રિ

  • 2.4k
  • 980

અમાસની એ અંધારી રાતે વીતેલી કોઈ ગોઝારી ક્ષણને વાગોળતા શોકાતુર હોય એમ તારલાઓ આકાશમાં આછા અજવાળે ટમટમતા હતા. કાળરાત્રિ કોઈ અજાણી મનોવૃત્તિ સાથે પોતાની અંધેર પછેડી અવની પર પાથરી આવનારી ક્ષણોને આવકારવા અધીરી થઈ બેઠી હતી. "થોડીક ઉતાવળ રા'ખ, બોવ મોડું થઈ ગયુ'શ." મોટરસાઇકલની પાછળ બેઠેલા મોહને કરણને કહ્યું. "તારો બાપ ઠંડી લાગે'શ. તારે ક્યાં હલાવવી'શે તે ઉપાધિ? હલાવ તો ખબર પડે કે કેવીક ઠંડી લાગે'શ." "ઘેર જઈને ગોદડીમાં ગરી જાહું પણ અટાંણે ઉતાવળ રાખ રસ્તામાં ગામની પેલા ઓલો ગોઝારો કૂવો આવે'શ ને મને ન્યા જ બીક લાગે'શ." મોહને બંને હાથ કરણના ખભા પર મૂકતાં કહ્યું. "ન્યાં વળી હું બીવાનું