પ્રારંભ - 25

(64)
  • 4.7k
  • 3
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 25 કેતન પોતાના ભાવિનું માર્ગદર્શન લેવા માટે સ્વામી ચેતનાનંદ પાસે ઋષિકેશ આવ્યો હતો અને એમની કુટિરમાં બેસીને સ્વામીજી સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો. સ્વામીજીએ એને કહ્યું કે જામનગર જવાની કોઈ જરૂર ન હતી. સૂક્ષ્મ જગતમાં તો ગુરુજીએ એને જામનગર એટલા માટે મોકલ્યો હતો કે એના પૂર્વ જન્મ સાથે સંકળાયેલા સાવંત અને હરીશ સૌરાષ્ટ્રમાં જન્મ્યા હતા એટલે સાવંતને પોતાના કર્મોની સજા આપવા માટે આ જન્મમાં કેતનને નિમિત્ત બનવું જરૂરી હતું ! સ્વામીજીનો જવાબ સાંભળીને કેતનને સંતોષ તો થયો પરંતુ પોતાના હવે પછીના ભાવિ વિશે એની ચિંતા ચાલુ જ હતી. "સ્વામીજી હવે મારે શું કરવું ? મારા માટે કયો ધંધો