પ્રારંભ પ્રકરણ 22 જામનગર આવ્યા ને બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હતો છતાં હજુ સુધી કોઈ પણ દિશા કેતનને સૂઝતી ન હતી. માયાવી દુનિયામાં જે જે કાર્યો કર્યાં એ સેવાઓ રીપીટ કરવી ન હતી. કેતનને ના હોસ્પિટલ બનાવવાની ઈચ્છા હતી કે ના ટિફિન સેવા ઉભી કરવાની કોઈ ઈચ્છા હતી. વૃદ્ધાશ્રમની જંજાળમાં પડવાનું પણ મન થતું ન હતું. ૨૭ વર્ષની યુવાન ઉંમર હતી અને કોઈ પ્રવૃત્તિ વગર ઘરમાં બેસીને સમય પણ પસાર થતો ન હતો. બે મહિનામાં ઓફિસનું પજેસન પણ મળવાનું હતું છતાં ઓફિસમાં બેસીને પણ શું કરવાનું ? કન્સ્ટ્રક્શન લાઈનમાં પણ મન લાગતું ન હતું. પપ્પા સાચું જ