સવાઈ માતા - ભાગ 15

(19)
  • 4.7k
  • 3.1k

ગાડી ઘર સુધી પહોંચી એટલામાં મેઘનાબહેનને ઘરે છોડીને આવેલાં ત્રણ બાળકો યાદ આવ્યા.તેમણે રમીલાને ઘરની ગલી પહેલાં આવતી દુકાનોની હાર પાસે ગાડી રોકવા કહ્યું. ગાડી રોકી રમીલા જાતે જ ઉતરીને આઈસ્ક્રીમ પાર્લર તરફ ગઈ અને બધાં માટે બટરસ્કોચ અને મેંગો ફ્લેવરનાં કપ લઇ લીધાં. મેઘનાબહેન તરફ સ્મિત આપી તે ફરી ગાડીમાં બેઠી અને ગાડી ઘરના પાર્કિંગ સુધી લઇ આવી.મેઘનાબહેને ગાડીમાંથી ઉતરતા પહેલાં રમીલાને કહ્યું, “હાલ વાસણ ઘરમાં નથી લઈ જવા. જમીને પરવારી જઈએ, પછી બાળકોની સાથે મળીને બધું ઘરમાં લવાશે. આમ પણ ગાડી તો ઘરનાં પાર્કિંગમાં જ છે ને?”રમીલાને પણ તેમનો વિચાર યોગ્ય લાગ્યો. બધાને ભૂખ લાગી હતી. લગભગ ચાર