આદિ શંકરાચાર્ય - ભાગ 3 - મગરના મુખમાંથી બચાવ અને સંન્યાસ

  • 3.6k
  • 1.8k

શંકરની અસાધારણ તેજસ્વીતા અને તીક્ષ્ણ બુદ્ધિનાં કારણે તેમણેં લાંબો સમય ગુરુકુળમાં રહેવું ન પડ્યું. એક દિવસ ગુરુકુલના આચાર્યએ શંકરને કહ્યું “ બેટા, તને જેટલું શીખવવાનું હતું એ બધું અમે શીખવી ચુક્યા છીએ. હવે અમારી પાસે શેષ કઈ બાકી રહેતું નથી. આથી તું ઘરે જઈ શકે છે “ આમે માત્ર 2 વર્ષમાં જ અભ્યાસ પૂર્ણ કરીને શંકર માતા આર્યમ્બા પાસે આવી ગયા.શંકરને ઘરે પાછો આવીને તે અંત્યંત ખુશ થઇ ગઈ. કારણ કે માતા અર્યામ્બા તો મનમાં શંકરના લગ્ન માટે વિચાર પણ કરી રાખ્યો હતો. પણ વિધાતાને કૈક અલગ જ મંજૂર હતું બીજા શબ્દોમાં કહું તો ઈશ્વરની લીલા મુજબ કૈક અલગ જ