(ગરિમાબેન વૈદેહીને હોસ્ટેલ જવા માટે કહે છે અને વૈદેહી એમની વાત માની પણ લે છે. એ શિખા અને રજનીશભાઈને જણાવે છે કે એને સ્ટડીમાં પ્રોબ્લેમ હોવાથી હોસ્ટેલમાં જાય છે. શિખા એનાથી ગુસ્સે થઈ ત્યાંથી જતી રહે છે. હવે આગળ) વૈદેહી એની પાછળ પાછળ ગઈ અને ગાડીમાં એની બાજુમાં બેસી ગઈ અને કહ્યું, "શિખુ, મારી વાત તો સાંભળ." "મારે કંઈ નથી સાંભળવું. તું જા અહીંયાથી." શિખાએ કહ્યું. "શિખુ, એટલી બધી નારાજ છે મારાથી. સારું ચલ હું અહીંયા જ રહીશ. બસ ? હું ક્યાંય નહીં જાઉં." વૈદેહીએ કહ્યું. "સાચે જ." "હા, બાબા. તું આમ ઉદાસ થઈ જાય એ મને નહીં ગમે. મારું