શાનવીને બરાબરનો જવાબ આપી નૈનતારા લૂચ્ચુ હસીને સોહમને પૂછ્યું “એમ આઇ રાઇટ સર ?” સોહમ નૈનતારા સામે જોઇ રહ્યો.... એ હસ્યો અને પૂછ્યું “પણ તને કેવી રીતે ખબર પડી કે શાનવીનાં ડેસ્ક પર શ્રીનિવાસનોજ ફોન છે ? એ જૂઠુ બોલી પહેલાં... પછી તારાં કીધાં પછી કબૂલ્યું કે શ્રીનિવાસનો ફોન છે. તેં કર્યુ એ બરાબરજ”. સોહમ હજી વિચારોમાં હતો... નૈનતારા એ કહ્યું “સર આ પહેલીવાર ફોન નથી આવ્યો હું શાનવીની બાજુમાં તરનેજાની પાસેથી એકાઉન્ટ સમજી રહી હતી એ પણ આઇટમ.. છે એમ કહી હસી ત્યારે શાનવી નું મારાં તરફ ધ્યાન નહોતું. એનાં ફોન સ્ક્રીન પર મેં શ્રી બેબી એવું લખેલું વાંચ્યું