ધ સ્કોર્પિયન - પ્રકરણ-88

(57)
  • 3.6k
  • 3
  • 2.3k

રાયબહાદુર અને રુદરસેલ બંન્નેની ફેમીલી ખૂબ આનંદમાં હતી. ત્યાં રાયબહાદુરને મળવા કોઇ સાહેબ આવ્યાં છે સેવકે એવાં સમાચાર આપ્યાં અને રુદરસેલે કહ્યું “એમને મુલાકાત ખંડમાં બેસાડો રાયબહાદુરજી આવે છે”. સેવક ભલે કહીને ગયો. રુદરસેલજીએ કહ્યું “રાયજી તમારાં સ્ટાફમાંથીજ હશે અથવા... કઈ નહી તમે મળી લો જ્યાં મારી જરૂર જણાય મને બોલાવજો હું આ છોકરાઓને મઠમાં જવાનું છે એની તૈયારી કરાવું”. રાયબહાદુર ભલે કહી ઉભાં થયાં અને એમની ફેમીલીને કહ્યું “આનંદમંગળ સમાચાર જાણીને મન ભાવ વિભોર અને આનંદ વિભોર થઇ ગયું. હું આવું છું” કહીને તેઓ મુલાકાત ખંડ તરફ ગયાં. રાયબહાદુર મુલાકાતખંડમાં પ્રવેશ્યા અને સામે સિદ્ધાર્થને જોઇને આનંદીત થયાં. આજે એમને