નમતું પલ્લું ન્યાયનું

  • 2.3k
  • 904

નમતું પલ્લું ન્યાયનું"આ ધુળેટી પછી સોદો પાક્કો.." માવજીભાઈ ઘરમાં પ્રવેશતાં જ દીકરા માધવને ઉદ્દેશીને બોલ્યા."પણ.. આટલી મોટી રકમ ક્યાંથી કાઢીશું?" માધવે માથું ખંજવાડતા ચિંતાતુર સ્વરે પૂછ્યું."થઈ રહેશે બધુંય..તું તારે ચિંતા ન કર..ગામડાનું ખેતર વેચી દઈશું.." માવજીભાઈએ ધરપત આપતા કહ્યું.બાપ-દીકરાનો સંવાદ સાંભળીને રેવાબેન હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા. સાડીનો છેડો માથે લઈને કંઈક કહેવા જતા હતા પણ માવજીભાઈએ એમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. એથી થોડા અકળાઈને પાછા કામે વળગ્યા.શહેરમાં વસતા દીકરા માધવના ઘરે માવજીભાઈ અને રેવાબેન થોડા સમય પહેલા જ રહેવા આવેલા. શહેરમાં માધવે ભાગીદાર સતીશ સાથે મળીને કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરેલું. વખતો વખત જામી ગયેલા ધંધામાંથી થતી અઢળક કમાણી