માતૃભારતી નાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો. અરે વાહ !તમે તો મફલર,શાલ, સ્વેટર, હેન્ડ ગ્લોઝ સાથે કાશ્મીર ની સફર માટે તૈયાર જ છો. તો ચાલો નીકળી પડીએ ખૂબસૂરત કાશ્મીર ની સફરે. કાશ્મીરને આકર્ષક રંગ રુપથી સજાવે છે ચિનાર વૃક્ષો. ઓક્ટોબર-નવેમ્બરમાં આ વૃક્ષો ના પાંદડા લાલ, જાંબુડીયા, સોનેરી અને પીળા રંગના બને છે. તેના રંગો નું પરિવર્તન ,કાશ્મીર માં આવી રહેલ ઋતુ પરિવર્તન ની છડી પોકારે છે અને કાશ્મીરના રહેવાસીઓ પોતાના પહેરવેશ અને ખાનપાનમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરે છે. ચિનાર વૃક્ષોના પાંદડા નું સૌંદર્ય ફિલ્મ"જાનવર"નાં ગીત તુમસે અચ્છા કૌન હૈ....માં ભરપૂર જોવા મળે છે.પ્રવાસનો એક હેતુ જુદા જુદા અનુભવો