એકટીવાની સવારી

  • 2.6k
  • 2
  • 962

એકટીવાની સવારી :             તૃપ્તી કે જે તેના પિતાની એકમાત્ર લાડકવાયી દીકરી. તેને નાનો ભાઇ હતો પણ તૃપ્તી વધારે માનીતી હતી. તૃપ્તીના લગ્ન બાદ તેની નોકરી તેના પિયરના ઘરથી નજીકમાં જ હોવાથી તે અવારનવાર પિયરમાં આવતી જતી રહેતી. એ જ અરસામાં તૃપ્તીના પિતાનું અચાનક અવસાન થાય છે. તેના પિતાને અવસાન થયાને હજી એક મહિનો જ થયો હતો અને એ એક જ મહિનામાં તુપ્તીના જીવનમાં ઘણા બદલાવ આવી ગયા હતા. ઘરની લાડકવાયી દીકરી થી એક જવાબદાર મોટી બહેન તે બની ચૂકી હતી. તેના જીવનમાં પિતાનું મહત્વ અવ્વલ સ્થાને હતું. તૃપ્તીને હવે તો એક-એક મિનિટે પિતાની કમી સતાવતી હતી.             તે ભૂતકાળમાં