કલ્મષ - 8

(30)
  • 3k
  • 1
  • 1.9k

પ્રકરણ 8 પહેલીવાર નિશીકાંતને લાગ્યું હતું કે જિંદગીની ટ્રેન રફ્તાર પકડી રહી છે. માસ્તરસાહેબની સુધાના લગ્ન ધામધૂમથી લેવાઈ ગયા હતા. પ્રકાશની ગાડી પણ હવે પાટે ચઢી રહી હોવાની નિશાનીઓ સાફ દેખાતી હતી. માસ્તરસાહેબને માટે નાણાંની જોગવાઈ કર્યા પછી નિશીકાંતને લાગતું હતું કે આખરે જિંદગીએ એક મોકો આપ્યો હતો ઋણ ફેડવાનો. અન્યથા બિચારા થઈને લેવાનો જ યોગ જિંદગીએ સર્જ્યો હોય તેવી લાગણી સતત થતી રહેતી.પ્રોફેસર શ્રીવાસ્તવે સમજીને જ પગાર વધારી આપ્યો હતો , છતાં એ લોન ચૂકવવા માટે પૂરતો નહોતો.હવે નિશીકાંતે દર મહિને ટ્યુશન કરવા શરુ કર્યા હતા, છતાં દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવા માટે બીજાં કામ કરવા અનિવાર્ય