પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૦આરવ માટે દુબઇની યાત્રા યાદગાર બની ગઇ હતી. તેને મોબાઇલની તકનીક કરતાં રચનાને નવી નવી રીતથી પ્રેમ કરવાની તકનીક વધારે આનંદિત કરી ગઇ હતી. રચનાએ જે રીતે એને પોતાની આગોશમાં લઇ પ્રેમના સરોવરમાં નવડાવી દીધો હતો એનો આનંદ સર્વોપરી હતો. ત્યારે એને ખબર ન હતી કે રચના એના પરિવારને બીજી રીતે પણ નવડાવવાની હતી! રચના દુબઇથી પરત ફરીને તરત જ મોટો ધડાકો કરવાની હતી.દુબઇથી પરત ફરી પોતાના ઘરે પહોંચીને આરવ અને રચનાએ પિતા લખમલભાઇને મોબાઇલના નિર્માણમાં કેવા પરિવર્તન આવી રહ્યા છે એની માહિતી આપી ત્યારે એમની આંખો આશ્ચર્યથી ફાટી ગઇ. રચના મનોમન જ બબડી