વસુધા - વસુમાં - પ્રકરણ-97

(33)
  • 3.4k
  • 4
  • 1.8k

વસુધા લાલી પાસેથી આકાંક્ષા પાસે આવી, આકાંક્ષાને વ્હાલથી હાથ ફેરવ્યો. આકુ વસુધાને વળગી ગઇ. એણે રાજલને અંદર બોલાવી અને દિવાળી ફોઇને કહ્યું “ફોઇ તમે હવે આરામ કરો મને સારુ છે ચિંતા ના કરશો”. દિવાળી ફોઇ ભલે કહીને બહાર ગયાં. એમને સારું લાગ્યું કે હવે વસુધા સ્વસ્થ છે. આકાંક્ષાને વળગાવી વસુધા બોલી “રાજુ મારી આંકાક્ષાને મેં છાતીએ વળગાવી છે મને કેટલુ સારું લાગે છે સાથે સાથે એવો વિચાર આવે છે કે કાલે મારી આકુ મોટી થશે એની સાથે તો આવું કંઇ... ?” રાજલે કહ્યું “શું કામ આવા કવેણ કાઢે ? કોઇની તાકાત છે દીકરીની સામે જુએ ? હજી આકુ 5 વર્ષની