વસુધા - વસુમાં - પ્રકરણ-96

(39)
  • 3k
  • 2
  • 1.7k

વસુધા પાસે રાજલ બેઠી હતી. એને વસુધાની પીડાનો પુરો એહસાસ હતો. વસુધાની પીડામાં એનાં પર ગૂજરી ગયેલી પીડા યાદ આવી ગઇ હતી. વસુધાને એણે બધુજ કીધેલું એક એક એ કારમી પીડાની ક્ષણ વર્ણવી હતી. વસુધાને સહન નહોતું થઇ રહેલું એની સાથે આવો ધૃણાસપદ બનાવ બની ગયો... કોઇ એની સાથે આવું કરીજ કેવી રીતે શકે ? શું મારાં સ્વમાનની આભા ઓછી થઇ છે ? એણે હિંમત કરતાં પહેલાં મારાં ગુરુરનો રોબ ના જોયો? ના નડ્યો ? મારાં પવિત્ર ઓરાને ચીરીને મને સ્પર્શ કેવી રીતે કર્યો ? એ ચંડાળની આટલી હિંમત ? વસુધા માનસિક ભાંગી પડી હતી એનાં હૃદયમાં કાળીયા અને એનાં