એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૮

  • 3.1k
  • 2
  • 1.6k

દેવ સવારના નવ વાગે એના કેબિનમાં બેસીને કામ કરી રહ્યો હતો.આજ દેવ સવારે વહેલા જ ઓફિસમાં આવી ગયો હતો અને કેબિનમાં ટેબલ પર પડેલ ફાઈલોને આમથી તેમ કરી રહ્યો હતો અને વળી પાછો લેપટોપમાં વ્યસ્ત થઈ જતો.ચહેરાથી થોડો ગંભીર અને બેચેન જણાઈ રહ્યો હતો.સવારે વહેલો નીકળ્યો હોવાથી કંઈ જ નાસ્તો નહોતો કર્યો જેના કારણે ભૂખ લાગવાથી થોડો ચીડચિડો પણ થઈ રહ્યો હતો.એટલામાં જાનકી આવીને કેબિનના દરવાજા પર ઉભી રહીને પૂછ્યું,"મેં આઈ કમ ઇન સર?" "યસ" "ગુડ મોર્નીગ સર" "ગુડ મોર્નીગ જાનકી" "સર,તમે આટલું વહેલા....." "કેમ,ના આવી શકું?" "વ્હાય નોટ સર.બટ,આજ તો કોઈ મીટિંગ પણ નથી તો" "મારે થોડું કામ હતું.સો,આઈ