એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૭

  • 2.3k
  • 1
  • 1.1k

કાવ્યાએ નોટિસ કર્યું કે ડાઇનિંગ ટેબલ પર એ લોકો વિશે વાત થઈ રહી હતી એટલે કાવ્યા બોલી,"આ લોકો આપણા ટોપિક પર વાત કરતા લાગે છે" "હા,ઇવન આઈ ઓલ્સો નોટીસ"યશ બોલ્યો. "શું વાત કરતા હશે?"હેલીએ પૂછ્યું. "હું પૂછીને આવું"કાવ્યા બોલી. કાવ્યા ડાઇનિંગ ટેબલ પાસે ગઈ.નિત્યાની પ્લેટમાંથી પાપડનો ટુકડો લઈને ખાતા બોલી,"શું વાત ચાલી રહી છે?" "તારી અને યશની વાત ચાલી રહી હતી કે તમે બંને સેમ ટુ સેમ ટોમ એન્ડ જેરી જેવા છો.એકબીજાની સાથે ખૂબ ઝગડો કરો છો પણ એકબીજા વગર ચાલતું પણ નથી"દિપાલીએ કહ્યું. "હા,બરાબર.શું કરું?,જેવો પણ છે એ બંદર મારો ફ્રેન્ડ છે"કાવ્યાએ જવાબ આપ્યો. યશ પણ ડાઇનિંગ ટેબલ પાસે