એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૬

  • 2.4k
  • 1.1k

યશ અને કાવ્યા ઝગડી રહ્યા હતા.આખો રૂમ ગંદો કરી દીધો હતો.બધી જ વસ્તીઓ વેરવિખેર થઈ ગઈ હતી.બેડની ચાદર પણ ખેંચીને નીચે નાખી દીધી હતી.લુડોનું બોર્ડ અને એની કુકડીઓ પણ ક્યાંય રફુચક્કર કરી દીધી હતી.ક્રિશ ફોનમાંથી બુમો મારી રહ્યો હતો અને હેલી પણ એ બંનેને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. એટલામાં કાવ્યાના રૂમનો દરવાજો ખુલ્યો.હેલીએ દરવાજા તરફ જોયું.હેલીએ યશ અને કાવ્યાને ઈશારો કર્યો પણ એ બંને તો ઝગડવામાં જ બીઝી હતા.અચાનક કાવ્યા શાંત થઈ ગઈ અને મીરરમાં જોઈને પૂતળાની જેમ ઉભી રહી ગઈ.દેવ કાવ્યાના રૂમમાં આવ્યો હતો. દેવે રૂમની હાલત જોઈને પૂછ્યું,"વોટ ઇસ ધીસ કાવ્યા?" "સોરી પપ્પા"કાવ્યા રૂમની વેરવિખેર વસ્તુઓને સમેટતા