બુરા ના માનો હોળી હૈં

  • 2k
  • 650

હોળી આવે એટલે આપણા ગામ ગામડે પંદર વીસ દિવસ અગાઉ નાનાં નાનાં ભૂલકાંઓ પોતપોતાની રીતે તગારું,સુંડલો કે ડોલ જેવું કોઈ પણ પાત્ર લઈને ગોઠિયાઓ સાથે ગામને પાદર,શેરી,મહોલ્લે કે ઘરમાં આવેલ ગભાણમાંથી છાણ પોદડા અને વગડે વાડ કાંટો ભેગા કરી બૅન કે મમ્મી પાસે હોળીનાં હારોળીયાં બનાવી વચ્ચે એક દોરી પરોવાય તેટલું કાણું પડાવી અને દેખરેખ તળે કોઈ ઢોર કે બાળક ભાગી ન નાંખે તેવી સુરક્ષિત જગ્યાએ આ હારોડીયા સૂકવતા..હોળી નિમિત્તે દાહ આપવા જાડાં પાતળા કાષ્ઠ પણ આપણે જ્યાંત્યાં ખાખાખોળા કરીને એકત્ર કરતાં.સાથે સાથે જુના જમાનામાં જે સ્વરક્ષણનાં હથિયાર જેમ કે કાતરી,ભાલો,તલવાર,ગુપ્તિ,બે નાળ વાળી દેશી બંદૂક વગેરે જેવી પ્રતિકૃતિ લાકડાની બનાવી