ફિલ્મ જગત અને ફિલ્મ સંગીતની વાતમાં તમને રસ પડવા માંડયો છે ખરું ને? જુઓને ,એટલે જ તો તમે મારી રેટ્રો ની મેટ્રો માં સફર ખેડી રહ્યા છો. તો આજની સફરને આનંદદાયક બનાવવા માટે એક સરસ મજાનું ગીત યાદ કરીએ -"અખિયો કે ઝરોખો સે"ફિલ્મનું ટાઈટલ સોંગ.જેના સંગીતકાર રવિન્દ્ર જૈન, તેમનું સંગીત 20 મી સદીના આઠમા દાયકામાં પાશ્ચાત્ય સંગીતના પ્રભાવના જમાનામાં પણ ભારતીયતા ના રંગે રંગાયેલું હતું છતાં તે અત્યંત લોકપ્રિય ધૂનો બનાવતા.ખમાજ તેમનો પ્રિય થાટ. જો કે અન્ય થાટો અને રાગો પરથી પણ એમણે ઘણી સુંદર રચનાઓ બનાવી.મુખ્યત્વે તેમના ઓરકેસ્ટ્રા નો આધાર બાંસુરી,સિતાર,તબલા અને સંતુર કે વાયોલીન રહેતા.શાસ્ત્રીય રાગો નો આધાર