નૈનતારાએ ઓફીસમાં આવી સોહમને સુખદ આશ્ચર્યમાં નાંખી દીધો. સોહમને વિચાર આવ્યો આ શું થઇ રહ્યું છે ? ગુરુજીની લીલા કે વાસ્તવિકતા ? મારાં જીવનનો આ કેવો વળાંક છે ? એણે નૈનતારાને આંખોથી ભરીને જોઇ લીધી પછી બોલ્યો. "થેંક્સ નૈનતારા આશા રાખું આપણે જે કામ કરીએ એનાંથી કંપનીને ખૂબ લાભ થાય અને બોસે જે નિર્ણય લીધો છે એમાં એમને કોઇ ભૂલ ન જણાય.” નૈનતારાએ મીઠું હસતાં કહ્યું “સર તમારાં જેવો યુવાન જે મહેનતું હોય હોશિયાર હોય અને કંપનીનું ઉજવળ ભવિષ્ય ઇચ્છતો હોય એનાં હાથે કંપનીને ફાયદોજ થાય.” “સર તમે જે પહેલાં પણ પ્રોજેક્ટ કંપનીને આપેલાં એનાંથી કંપનીને ઘણો ફાયદોજ થયેલો ને