દશાવતાર - પ્રકરણ 72

(59)
  • 3.7k
  • 1
  • 2k

          વિરાટે જૈવિક પરિવર્તન પામેલા નિર્ભય અને જગપતિની નિર્ભય ટુકડીના યુદ્ધના આવજ સાંભળ્યા. એ બધા એક જ પરિધાનમાં હતા એટલે કોણ કઈ બાજુએ છે એ નક્કી કરવું મુશ્કેલ હતું પરંતુ એ મૂંઝવણ વિરાટની બાજુના યુદ્ધને અસર કરતી નહોતી. એમની ટુકડીમાં કોઈ નિર્ભયના પરિધાનમાં નહોતું એટલે ચોક્કસપણે એમની સામે ઊભો કાળા પરિધાનવાળો સિપાહી એમનો દુશ્મન જ હતો.           વજ્રના પિતા અને એની ટુકડી લગભગ પચાસ નિર્ભય સામે લડી રહ્યા હતા. સારું પાસું એ હતું કે બંને પક્ષો પાસે સમાન શસ્ત્રો અને સમાન તાલીમ હતી. ત્યાં કોઈ શૂન્ય જેમ યુદ્ધથી અજાણ નહોતું.           શૂન્યો