જીત હારેલા ની.... - 2

  • 3.1k
  • 1.5k

ક્રિષ્ના એટલું કહીને નીકળી ગઈ.આઇસીયુ ફર્સ્ટ ફ્લોર પર હતું એટલે ક્રિષ્ના ને સીડીઓ પર ચાલવું જ યોગ્ય લાગ્યું. દર્દી ઓના સગાઓ,હોસ્પિટલ નો સ્ટાફ આવતો જતો દેખાતો હતો.કોઈ વ્હીલ ચેર પર દર્દી ને લઈ જતું,કોઈ આખા બેડ સાથે નળીઓ લગાવેલી હોય ને દોડમ દોડમ થતી હોય. સીડીઓ પર કોઈ બેઠા હોય ત્યાં સફાઈ કામ વાળા લોકો લોબી સાફ કરતા હોય ત્યારે બુમો પાડે જો કોઈ પોતા ફેરવેલી જગ્યા માંથી નીકળી ગયું હોય તો. બધું જોતાં જોતા ક્રિષ્ના સીડીઓ ઉતારવા લાગી. ઉતરતા ઉતરતા એનો પગ લપસી ગયો ને એ પડવા જતી હતી ત્યાં પાછળ થી કોઈએ એનો દુપટ્ટો ખેંચી ને ઉલ્ટી દિશા