યશ મલિક મેન્શન માં દાખલ થયો, અડધી રાત્રિ પસાર થઈ ચૂકી હતી પરંતુ દાદી ના રૂમ માંથી હજી હીંચકા નો કિચૂક કિચુક અવાજ આવતો હતો.યશ દાદીની સ્થિતિ જાણતો હતો. યશ તે અવાજ ની દિશા તરફ આગળ વધ્યો, તે જાણતો હતો દાદીની બેચેની,તકલીફ અને હવે આવનારા તુફાન વિશે.. પણ હવે તેના અને સ્વરા ના સંબંધ વિશે દાદી થી છુપાવવાનો કોઈ અર્થ રહ્યો ન હતો. ચારેતરફ સન્નાટો હતો પણ મનની અંદર ખૂબ ભયંકર અવાજો થતાં હતાં હજી તો તે દરવાજો ખોલી અંદર દાખલ થાય ત્યાં જ ફરી તેનો ફોન રણક્યો ,આ વખતે પણ રોનિત જ હતો. "બોલ ,રોનિત હવે શું છે? જ્યારે