અંવેશા અને અર્જુન નો તર્ક યોગ્ય જ હતો, તેમને જે વાત નો ડર લાગી રહ્યો હતો તે ડર દાદી અને ઘર ના અન્ય સભ્યો ના મન માં પણ હતો, પરંતુ એક સત્ય તે પણ હતું કે શું યશ ને સત્ય ની જાણ થઈ ગઈ છે?? આ વિચાર જ કંપાવી મૂકે તેવો હતો. કારણ કે સૌ કોઈ જાણતા હતા કે યશ સ્વરા ને કેટલો પ્રેમ કરતો હતો,તે કેટલો ખુશ પણ રેહવા લાગ્યો હતો જ્યાંર થી સ્વરા તેની લાઇફ માં આવી હતી. તેની થોડી પણ તકલીફ તેના થી બરદાશ થતી ન હતી , તેના દરેક પડેલા બોલ તે પાડતો હતો. છતાં તેના