શબરીના બોર

  • 7.7k
  • 1
  • 4.3k

જ્યારે અયોધ્યામાં ઈશ્વાકુ વંશમાં રાજા દશરથ શાસન કરતા હતા, તે સમયની આ વાત છે. આસપાસના જંગલમાં ભીલ સમુદાયના લોકો રહેતા હતા. ભીલોના મુખીયાને એક પુત્રી હતી, જેનું નામ શ્રમણા હતું. પણ લોકો તેને શબરીના નામથી ઓળખતા. શબરીને નાનપણથી જ જંગલનાં પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ ભાવ હતો.રાજા દશરથને ત્યાં ચાર રાજકુમારોનો જન્મ થયો છે તેવી વાત ગામે ગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ. શબરીના પિતા પણ શબરી સાથે આ રાજકુમારોનાં જન્મ ઉત્સવ વખતે અયોધ્યા ગયેલા અને ત્યારે શબરીએ પ્રથમ વાર રામને જોયેલા. અને તેની અંદર ભક્તિનું પૂર ઉમટી ઉઠ્યું.શબરીના પિતાએ અન્ય એક ભીલ રાજકુમાર સાથે શબરીના લગ્ન કરવાનું નક્કી કરેલ.