હમદર્દ..... તારા પ્રેમ થકી... - 29. ઈર્ષા....

  • 2.2k
  • 1
  • 1.1k

અર્જુન જાકીર ની વાત પરથી એ તો જાણી જ ગયો હતો કે ઘરમાં દાખલ અમે અમારી મહેનતથી થયા નથી પરંતુ ઝાકીર ની મહેરબાની થી અમે સરળતાથી અંદર આવી શક્યા એટલે કે તે પહેલેથી જ અમને બંનેને ઓળખી ગયો છે પરંતુ તેને કેમ અમને પકડ્યા નહીં અને ઘરમાં દાખલ થવા માટે મદદ કરી??? " તમને બંનેને થતું હશે કે હું તમારી બંનેની આવી રીતે આવ ભગત કેમ કરું છું જોકે ગભરાવાની કે ખોટો ડોળ કરવાની મારી સામે કોઈ જરૂર નથી કારણ કે મને ખબર છે કે તમે કોઈ વેટર નથી પરંતુ જાસૂસ છો( બંટી તરફ આંગળી ચીંધતા )અને આ સાથે આવેલ