હમદર્દ..... તારા પ્રેમ થકી... - 21. ધન્યવાદ

  • 1.9k
  • 1
  • 1k

કોર્ટ નો દિવસ..... કઠકરામાં રવિરાજ અને સારિકા સામે સામે ઊભા હતા. રૂવાબદાર આંખો અને ઘમંડી ચહેરા સાથે ઉભેલો આ વ્યક્તિ ઝડપથી અહીંથી બહાર નીકળવાની જ ઉતાવળમાં હતો બસ ઝડપથી આ ગવાહી પતે અને કોર્ટ રવિ રાજને મુક્ત કરે અને પ્રથમ તો તે બહાર નીકળીને આ પોલીસ અને તે વ્યક્તિની તપાસ કરવા માંગતો હતો જે તેને અહીં લાવવા માટે જવાબદાર હતો...સારીકા જી....સારીકા જી........હ;...... એક ટસે રવિરાજ ને જોઈ રહેલી સારિકા વકીલ ના બોલાવવાથી ભાનમાં આવી,"કોર્ટ તમારી રાહ જોઈ રહ્યું છે..." વકીલહહ્..... હજી પણ સારીકા અસમંજસ માં જ હતી. કારણ કે તે જે બોલવા જઈ રહી હતી તેનાથી ઘણી જિંદગીઓ બદલાઈ જવાની