હમદર્દ..... તારા પ્રેમ થકી... - 19. પ્રથમ પગથિયું

  • 2.5k
  • 2
  • 1.2k

ડોક્ટર જોન્સ સાથેની મુલાકાત નિષ્ફળ ગયા પછી સ્વરા ગાડીમાં બેઠી થોડી ઉદાસ હતી તેને પોતાના સપના હજુ થોડા દૂર જતા હોય તેવું લાગ્યું .યશ પણ તેની માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો પરંતુ તેનું કોઈ પરિણામ યશને આપી શકતી ન હોવાનો તેને પસ્તાવો થઇ આવ્યો. ત્યાં જ અચાનક ગાડીની બ્રેક લાગી અને સ્વરા ધક્કા સાથે આગળ ધકેલાઈ હજી તો તે કોઈ ઊંચું જોવે ત્યાં જ ડ્રાઇવર ના ચહેરા ઉપર કરચલીઓ અને બેચેની દેખાય અને ડ્રાઇવર જે દિશામાં જઈ રહ્યો હતો તે દિશામાં તેણે નજર ફેરવી જોયું, તો આગળ લોકોનું ટોળું દેખાઈ રહ્યું હતુ. સ્વરા ગાડીમાંથી ઉતરીને બાર જોવા નીકળી