કસક - 10

(12)
  • 2.8k
  • 1.6k

રોહતાંગ પાસમનાલી માં બધાનો છેલ્લો દિવસ હતો આજે સવારે વહેલાજ બધા રોહતાંગ પાસ જવા નીકળી ગયા હતા.આજના દિવસમાં ખૂબ ટ્રાવેલિંગ કરવાનું હતું. કારણકે રોહતાંગ પાસથી આવીને સુહાસ અંકલે પ્લાન કર્યું હતું તે પ્રમાણે રાત્રે દશ કે અગિયાર વાગ્યે દિલ્હી જવા નીકળવાનું હતું અને ત્યાંથી ફ્લાઈટમાં અમદાવાદ.રોહતાંગ પાસ નો રસ્તો ખૂબ કપરો હતો.છતાંય ઘણા લોકો સાઇકલમાં પણ ત્યાં જઈ રહ્યા હતા.જે કારમાંથી જોવા મળતા હતા.રોહતાંગ પાસ ખૂબ ઉંચાઈ ઊપર આવેલું છે.સાથે તેટલુંજ સુંદર પણ છે.ત્યાં આ સીઝનમાં બરફ ખાસો રહે છે.જો કે કાર ચાલકે કહ્યું હતું કે દશ દિવસ પહેલા જ બધા રસ્તા સાફ કર્યા હતા.તેથી બરફની સમસ્યા તેમને નળે તેમ