ઉમાશંકર જોશી

  • 4.5k
  • 1
  • 1.4k

લેખ : - ઉમાશંકર જોશીલેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુજરાતી ભાષાના તેજસ્વી અને શીલભદ્ર વિદ્યાપુરુષ તથા સંસ્કાર પુરુષ તરીકે જેમની ગણના થાય છે એવા શ્રી ઉમાશંકર જોશી, જેઓ 'વાસુકિ' અને 'શ્રવણ' ઉપનામોથી જાણીતા છે, એમનાં વિશે આજે આપણે જોઈશું. જન્મ અને પરિવાર :- ઈડરના બામણા ગામમાં ઈ. સ. ૧૯૧૧ના જુલાઈ માસની એકવીસમી તારીખે, અષાઢ વદ દસમનાં રોજ ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ નવલબેન હતું. તેમનાં માતા પિતાનાં નવ સંતાનોમાં તેઓનું ત્રીજું સ્થાન હતું. ઈ. સ. ૧૯૩૭માં તેમનાં લગ્ન જ્યોત્સના નામની છોકરી સાથે થયાં હતાં. તેઓ બંનેને નંદિની અને સ્વાતિ નામની બે પુત્રીઓ છે. શિક્ષણ:- પ્રાથમિક શિક્ષણ