મીઠી છાંયડી

(12)
  • 3.9k
  • 1.4k

આરવનો કોલેજ માં પહેલો દિવસ હતો. એ થોડો અંતર્મુખી હતો. એ પહેલેથી એવો નહોતો પણ એક બનાવથી એની અંદર બદલાવ આવી ગયો હતો. આરવને નાનપણથી જ સામે રહેતી આરતી ખૂબ ગમતી હતી. આરતી હતી પણ એવી જ દરેક વાતે હોશિયાર અને બોલકી પણ બહુ જ. આરવ અને આરતી બીજા દોસ્તો સાથે રમતાં હોય ને આરતી નો દાવ આવે તો આરવ કહેતો " આરતી, તું રહેવા દે હું આપી દઈશ તારો દાવ " આરતી ને તો ખૂબ ગમતું . બધા મિત્રો ને નવાઈ લાગતી કે પોતાના દાવ માટે લડતો આરવ આરતીનો દાવ અપાવવા તૈયાર કેમનો થાય છે ?!આરવની એ નાનપણની ચાહત