જ્યાં સુધી એને જોઈ નહોતી ત્યાં સુધી આ પ્લેટોનિક લવ અને લવ એટ ફર્સ્ટ સાઇટ એ બધું બહુ જ ફિલ્મી લાગતું હતું. એક હતો ચકો અને એક હતી ચકી એમ બધું વાર્તાના ફોર્મેટમાં વાસ્તવિક જિંદગી થોડી ચાલે?! મારી પણ નહોતી ચાલતી પણ પછી ચાલી! એક વાર્તા પણ બની. આમ દરેકના જીવનમાં એક પળ તો આવે જ છે જ્યારે એને એ ખ્યાલ આવી જાય જે તે પ્રેમમાં છે.હું તો બાળપણથી પુસ્તક પ્રેમી હતો. ફલર્ટ શબ્દમાં કશીએ ગતાગમ ના પડે. હું કોલેજના ફર્સ્ટ યરમાં હતો. સમજોને કે શુદ્ધ હનુમાનભક્ત. છોકરીઓ સાથે કે કોઈ પણ સાથે લાંબી લપછપ કરવી ના ગમે. કેટલાક મિત્રો