બીજા દિવસે પહેલા તે લોકો હમ્તા પાસ ટ્રેક ગયા.હમ્તા પાસ એક ખૂબ સુંદર ફિલ્મી જગ્યા છે. જયાં મોટા મોટા પાઈન વૃક્ષો આવેલા છે.સાથે સાથે ત્યાંની સામાન્ય ઠંડી હવા મનમોહક લાગે છે અને જમીન પર જાણે ચારે બાજુ લીલી ચાદર છવાયેલી હોય તેમ દૂર દૂર સુધી ઘાસ પથરાયેલું હોય છે.જમીન પણ એકદમ સમથળ નહિ પરંતુ નાના નાના ડુંગરની જેમ એક કુદરતી દ્રશ્ય પુરવાર કરતી આ જગ્યા, મનાલીની ઘણી સુંદર જગ્યા માની એક સુંદર જગ્યા.તેના પછીના દિવસે બધા રોહતાંગ પાસ જવાના હતા અને તે જ રાત્રે તેઓ અમદાવાદ પાછા ફરવાના હતા.કવન અને વિશ્વાસ ખુશ પણ હતા અને એક રીતે દુઃખી પણ હતા