પ્રકરણ 7 ખડકીથી પૂણે જતી બસમાં નિશીકાંતના મનમાં સતત એક જ વાત ઘૂમરાતી રહી કે દસ લાખ રૂપિયાની જોગવાઈ કરવી કઈ રીતે ?પોતે ક્ષણભર પણ વિચાર કર્યા વિના માસ્તરસાહેબને ધરપત તો આપી દીધી પણ પોતે ક્યાંક વધુ પડતું તો નહીં કહી દીધું ? એ વાત કહી દેવા પૂર્વે વિચાર કરી લેવો જરૂરી હતો. દસ લાખ રૂપિયા એવી રકમ નહોતી કે દસ દિવસમાં તેની જોગવાઈ કરી શકાય. વિચારનું વહેણ એવું તીવ્ર થતું ગયું કે નિશિકાંતની હથેળીમાં પરસેવો વળવા લાગ્યો. પોતે આપી દીધેલા વચન પર માસ્તરસાહેબ નચિંત થઇ ગયા પણ જો એ જોગવાઈ ન થઇ શકી તો ?તો સુધાનું શું થશે ?તો