પ્રારંભ - 13

(77)
  • 5.5k
  • 6
  • 4k

પ્રારંભ પ્રકરણ-13કેતન સાથેની વાતચીત અસલમની દિશા અને દશા બદલી નાખનારી હતી. કેતન સાથે વાતચીત કર્યા પછી અસલમ એકદમ ઉત્સાહમાં આવી ગયો. બે કરોડ કોઈ નાની રકમ ન હતી. હજુ ગઈકાલે જ એના મામુજાન કરીમખાન સાથે એની વાતચીત થઈ હતી. કરીમખાન રાજકોટનો એક જાણીતો બુટલેગર હતો અને લગભગ અડધા રાજકોટ ઉપર ઇંગ્લીશ દારૂનો એનો ધંધો હતો. ઈંગ્લીશ દારૂના ધંધામાં રાજકોટ બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. દક્ષિણ અને પૂર્વ રાજકોટ પર વખતસિંહ ઝાલાનો કબજો હતો. ઉત્તર પશ્ચિમ ભાગ આખો કરીમખાનના તાબામાં હતો. આ ધંધામાં મૂડીની બહુ જરૂર પડતી હતી. નવા નવા એરીયા કવર કરવા હોય અને દારૂની હેરફેર માટે નવા ટ્રક વસાવવા