સવાઈ માતા - ભાગ 14

(22)
  • 4.7k
  • 3k

મેઘનાબહેન, રમીલા અને તેની માતા જેવાં રસોડામાં ઉપયોગમાં આવતાં વાસણોનાં વિભાગમાં પ્રવેશ્યાં, કે સ્ટીલનાં વાસણોની ચમક, કાચનાં વાસણોની વિવિધતા અને એનોડાઇઝડ વાસણોની વિશાળ શ્રેણી જોઈ રમીલાની માતાની તો આંખો જ અંજાઈ ગઈ. તે અંદર આવ્યા પછી મેઘનાબહેનની વધુ નજીકથી સરકીને ચાલવા લાગી જેથી તેનો હાથ કે પાલવ કોઈ વાસણને અડી ન જાય. તેનો સંકોચ જોઈ મેઘનાબહેને રમીલાને ઈશારો કરી તેનો હાથ પકડી લેવા કહ્યું જેથી તે નિર્ભીક થઈને મોલમાં ફરી શકે અને ખરીદી માણી શકે.મેઘનાબહેન થોડું આમતેમ જોઈને પોતાની ઓળખીતી સેલ્સગર્લ શ્યામલીને શોધી રહ્યાં હતાં. તે હંમેશા સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ બતાવતી અને જે કન્સેશન આપી શકાતું હોય તે બધું જ