સવાઈ માતા - ભાગ 13

(21)
  • 4.5k
  • 3.2k

ઓફિસે જતાં સમીરભાઈની વાતને રમીલાએ માત્ર હસીને માથું હલાવી હા કહી અને બારણું બંધ કર્યું, પણ તેનાં અંતરમાં એક સવાલ રમી રહ્યો, 'આ ત્રણ વર્ષથી કૉલેજની સાથોસાથ કરેલ નોકરીથી ભેગી થયેલ રકમ પણ મહિને સરેરાશ પંદર હજાર પ્રમાણે ત્રીસેક મહિનાનાં સાડાચાર લાખ મારાં ખાતામાં અને ફીક્સ ડિપોઝીટ મળીને કુલ છે. તો પાપાએ આ રકમ ખર્ચવી જરૂરી છે? વળી, આવતાં મહિનાથી તો મારો પગાર આવવો પણ શરૂ થઈ જશે. પાપાએ અને મમ્મીએ હવે મને માત્ર માનસિક અને સામાજિક ટેકો આપવાની જ જરૂર છે. આર્થિક તો હવે... ' અચાનક તેની તંદ્રા તૂટી. મેઘનાબહેન તેને બોલાવી રહ્યાં હતાં, "બેટા,ખોટાં વિચારો છોડ. તારાં પાપાનો