કસક - 6

(14)
  • 3.3k
  • 2k

ચેપ્ટર-૬ દરેક લવસ્ટોરી પહેલા શાંત પછી ગુંચવળ ભરી અને અંતે હ્રદય અને મન ને શાંતિ નો અનુભવ કરાવનારી હોય છે.મને નથી ખબર કોઈ લેખક કે આ લખ્યું છે કે નહીં પણ મે તમને સત્ય કીધું.બીજા દિવસે સવારે કવન ઊઠયો ત્યારે વિશ્વાસ જાગી ગયો હતો.તે કદાચ કવનના ઊઠવાની રાહ જોઈ રહ્યો હતો.તે ઊઠયો ત્યારે વિશ્વાસે કવનની સામે જોઈને કીધું “કવન હું તને કઈંક કહું?”કવન હજી ઊઠયોજ હતો.તેણે સાંભળ્યું અને આળસ મરળતા કહ્યું “હા,બોલ શું કહેવું છે?”“કવન મને લાગે છે કે મને કાવ્યા ગમે છે.”કવન હજી તે પૂરું સાંભળીને સમજી નહોતો શક્યો કારણકે હજી તે હાલ જ ઊઠયો હતો.થોડીકવાર બાદ વિશ્વાસ જે