સવાઈ માતા - ભાગ 12

(17)
  • 4.8k
  • 3.1k

સવારે મેઘનાબહેન રોજની માફક પાંચ વાગ્યે જ ઊઠી ગયાં અને તેમનાં નિત્યક્રમથી પરવારતાં સુધીમાં સમીરભાઈ પણ ઊઠીને તૈયાર થવા લાગ્યા. સમીરભાઈ આજે વહેલાં જવાના હોવાથી મેઘનાબહેનને ચા-નાસ્તા સાથે હમણાં જ ટિફીન પણ બનાવવાનું હતું. તેમણે ઝડપથી લોટ બાંધી મેથીનાં થેપલાં બનાવી દીધાં. પાછળ રમીલા પણ નહાઈ, તૈયાર થઈને આવી ઊભી અને પૂછ્યું, "જય શ્રીકૃષ્ણ, મોટી મા. પાપાનાં ટિફિન માટે ક્યું શાક સમારું?" મેઘનાબહેન વળતાં બોલ્યાં, "જય શ્રીકૃષ્ણ, દીકરા. તેં બરાબર આદત પાડી દીધી છે મદદની. હવે તારાં વગર મને કેમ કરી ગમશે?" રમીલાની લાગણી તેનાં અવાજમાં ઉતરી ગઈ, "તે મોટી મા, હું તમને મૂકીને ક્યાંય જવાની નથી. તમારેય તે મારી