સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-66

(56)
  • 4.6k
  • 4
  • 2.9k

સાવી સોહમને મળવાં આવી પણ એનાં ઘરમાં સૂક્ષ્મ કે સાક્ષાત પ્રવેશ ના કરી શકી કારણ કે એં ભસ્મ થયેલાં શરીરની ભસ્મ (રાખ) એનાં રૂમમાં એનાં ઘરમાં હતી. સાવીએ કહ્યું “હું મારાં કર્મ પુરા કરવા બીજી સ્ત્રીનો દેહ ધારણ કર્યો છે હું તને ફરીથી મળવા આવીશ ત્યાં સુધી તું તારાં અઘોરીજીનાં આદેશ પ્રમાણે કર્મ પુરા કર.” એમ કહેતાં કહેતાં એની આંખમાં પાણી આવી ગયાં. એ સોહમને ધારી ધારીને રડતી જોઇ રહી હતી. સોહમે કહ્યું “તારી ભસ્મનીજ તને મર્યાદા નડતી હોય તો ભસ્મ હું કોઇ બીજા રૂમમાં મૂકી આવું તું આવી રીતે આવી મને મળીને જવાનું કહે છે મને એનાંથી સંતોષ નહીં