સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-65

(54)
  • 4.5k
  • 4
  • 2.6k

સોહમનાં આઇબાબા મંદિરથી આવી ગયાં હતાં એમણે સોહમનો રૂમ ખોલાવી બોલાવ્યો ને કહ્યું “સોહમ કેટલાં સારાં સમાચાર છે તારી કંપનીની છોકરી જાતે આ કવર આપી ગઇ હતી અને અમને કહ્યું સોહમતો કંપનીનો જનરલ મેનેજર બની ગયો છે અમે એનું મોં મીઠું કરાવ્યું એ પણ ખૂબ ખુશ હતી પણ બેટા આવો ચમત્કાર કેવી રીતે થયો ?” સોહમે કહ્યું “આઇબાબા તમારાં આશીર્વાદ અને બાપ્પાની કૃપા. મહાદેવ હર હંમેશ આપણી રક્ષા કરે છે એમની આ કૃપાએજ આ દિવસ જોવાનો આવ્યો છે. હું કાલેજ કંપનીમાં જઇને... પણ આઇ તમે મને શું કહેતાં હતાં તમે મંદિરમાં પછી અટકી ગયાં.” આઇએ કહ્યું “સોહમ હું દર્શન કરતી